Get Adobe Flash player
 
 
 
 
 
 
 
Home  
 
 
 
 
 
 
 
Audio
 
 
 
પ્રશ્ન ૯ :- મૂર્તિ એટલે શુ ? મૂર્તિના પ્રકાર કેટલા ? કયા કયા ?
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
જવાબ ૯ :-

સામાન્ય રીતે આપણે સૌ છબી કે (ફોટો) આ શબ્દથી પરિચિત છીએ જ. એ મુજબ સ્વામિનારાયણ ભગવાન કેવળ કૃપા કરી મનુષ્યને મનુષ્ય જેવા દેખાયા. પરંતુ થયા નથી. એતો સદાય તેજના સમૂહમાં જ છે એ જ રીતે વર્તમાનકાળે આપણને મહારાજ પ્રતિમા સ્વરૂપે દર્શન આપે છે. એ સાક્ષાત મહારાજ જ છે. એ પ્રતિમા કે જેને આપણે લૌકીક ભાષામાં છબી કહીએ છીએ. પરંતુ મહારાજ અને તેમના મુકતો માટે છબી શબ્દ ન વાપરતા મૂર્તિ શબ્દ વાપરીએ છીએ. કારણ કે છબી એ માત્ર એક કાગળ કે ચિત્ર જ છે પરંતુ મૂર્તિ એ કાગળ કે ચિત્રામણ નથી પરંતુ સાક્ષાત્ મહારાજ જ છે.

આપણા સંપ્રદાયમાં કુલ છ પ્રકારની મૂર્તિઓ જોવા મળે છેઃ-

(૧) પંચધાતુની મૂર્તિ :-

સોનુ, તાંબુ, પિત્તળ, ચાંદી, કાંસુ આ પાંચ ધાતુઓને મિશ્રીત કરી જે મૂર્તિ બનાવવામાં આવે છે તેને પંચધાતુની મૂર્તિ કહે છે.

(૨) પાષાણની મૂર્તિ :-

આરસમાંથી અથવા અન્ય પથ્થરમાંથી જે મૂર્તિ બનાવવામાં આવે છે તેને પાષાણની મૂર્તિ કહે છે.

(૩) કાષ્ટની મૂર્તિ :-

લાકડામાંથી જે મૂર્તિ બનાવવામાં આવે છે તેને કાષ્ટની મૂર્તિ કહે છે.

(૪) માટીની મૂર્તિ :-

માટીનો ઉપયોગ કરીને જે મૂર્તિ બનાવવામાં આવે છે તેને માટીની મૂર્તિ કહેવાય છે.

(૫) ફાઇબરની મૂર્તિ :-

ફાઇબર નામના પદાર્થ તથા કેમીકલ્સના ઉપયોગથી જે મૂર્તિ બનાવવામાં આવે તેને ફાઇબરની મૂર્તિ કહે છે.

(૬) ચિત્ર-પ્રતિમાની મૂર્તિ :-

હાથથી દોરેલી શોભાયમાન મૂર્તિ અથવા ઉપર જણાવેલી મૂર્તિઓની પ્રતિકૃતિરૂપ છબી કહેતા (પ્રતિમા) ને ચિત્ર-પ્રતિમાની મૂર્તિ કહે છે.

પંચધાતુની મૂર્તિ, પાષાણની મૂર્તિ, કાષ્ટની મૂર્તિ તથા ચિત્ર-પ્રતિમાની મૂર્તિ આ ચાર પ્રકારની મૂર્તિ મંદિરોમાં પધરાવવામાં આવે છે.

ચિત્ર-પ્રતિમાની મૂર્તિ તથા ફાઇબરની મૂર્તિ ઘરમંદિરમાં પધરાવવામાં આવે છે.

માટીની મૂર્તિ તથા ફાઇબરની મૂર્તિ કે ચિત્ર-પ્રતિમાની મૂર્તિ મોટા મોટા ઉત્સવ-સમૈયા કે પ્રદર્શનમાં પધરાવવામાં આવે છે.

આ જે બધા પ્રકાર મૂર્તિના કહ્યા તે અવરભાવના છે પરભાવમાં મૂર્ત‍િના કોઇ પ્રકાર છે જ નહીં. પરભાવમાં તો મહારાજ  દિવ્ય તેજોમય જ છે. આ અવરભાવની મૂર્તિના દર્શન કરીએ ત્યારે પણ પંચધાતુ, પાષાણ, કાષ્ટ, ફાઇબર કે ચિત્ર-પ્રતિમા એવો ભાવ કદીએ લાવવો નહીં એ મૂર્તિના દર્શન કરતી વખતે પણ પરભાવમાં દિવ્ય તેજોમય છે એવા પ્રગટભાવને પ્રત્યક્ષભાવથી દર્શન કરવા.