Get Adobe Flash player
 
 
 
 
 
 
 
Home  
 
 
 
 
 
 
 
Audio
 
 
 
પ્રશ્ન ૭ :- ચાલો આપણે વ્યકિતગત પૂજાનો ક્રમ તથા એની સમજૂતી મેળવીએ ?
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
જવાબ ૭ :-

(૧) પૂજા વિધિની શરૂઆતઃ-

પૂજા માટે એક વસ્ત્ર (ધોતી) પહેરવું તથા એક વસ્ત્ર (ઉપરણી) ઓઢવું ત્યારબાદ પૂજા કરવા માટે પુર્વ મુખે અથવા ઉત્તર મુખે બેસવું. આપણે બેસવા એક ગરમ આસન પાથરવું તથા મહારાજને બિરાજમાન કરવા ઓછામાં ઓછા બે આસન પાથરવા, આસનો પણ સ્વચ્છ રાખવા. આસનો પાથર્યા બાદ મહારાજની મૂર્તિઓને આસન પર ભેગી મુકી રાખવી.

(૨) તિલક-ચાંદલો કરવોઃ-

તિલક એ મહારાજની અને ચાંદલો એ મુકતની નિશાની છે. માટે દરેક પુરુષ મુકતોએ તિલક અને ચાંદલો અવશ્ય કરવો. મહારાજની આજ્ઞા મુજબ બે હાથ તેમજ છાતીમાં ઉધ્વપુંડુ તિલક અને ચંદનનો ચાંદલો કરવો. તેમજ લલાટમાં (કપાળમાં) તિલક અને તિલકની વચ્ચે કંકુનો ચાંદલો કરવો, જ્યારે મહિલા સભ્યોએ માત્ર કંકુનો ચાંદલો કરવો તથા વિધવા સ્ત્રીઓએ ચાંદલો પણ ન કરવો.

(૩) માનસીપૂજાઃ-

ત્યારબાદ નેત્ર બંધ કરી માનસીપૂજા કરવી. માનસીપૂજામાં મહારાજને ભાવથી જગાડવા તથા દાતણ કરાવવુ. ત્યારબાદ શૌચક્રિયા કરાવવી. ત્યારબાદ સ્નાન કરાવવું. ત્યારબાદ અલ્પાહાર કરાવી આરતી ઉતારવી. આમ માનસીક રીતે સેવા-પૂજા કરવી. ત્યારબાદ માનસીપૂજા પછીની પ્રાર્થના કરવી.

(૪) પ્રત્યક્ષ પૂજાઃ-

મહારાજ અને મુકતોની મૂર્તિઓને વિષે પ્રત્યક્ષભાવ કેળવી મહારાજ, બાપાશ્રી તથા સદ્ગુરુઓની મૂર્તિઓને દિવ્યભાવ સાથે પૂજામાં બિરાજમાન કરવા. ત્યાર બાદ મહારાજ, બાપાશ્રી તથા સદ્ગુરુઓની મૂર્તિને ચરણસ્પર્શ કરીને જય સ્વામિનારાયણ કહેવા. ત્યારબાદ મુલાયમ વસ્ત્ર વડે મહારાજની મૂર્તિને હળવા હળવા હાથે લૂછવી, સ્નાન કરાવવું. મહારાજને વાગી ન જાય તેનું ધ્યાન રાખવુ. ત્યારબાદ મહારાજને બિરાજમાન કરવા આહવાન્ મંત્ર બોલવો.

(૫) આહવાન્ મંત્રઃ-

"ઉત્તિષ્ઠોતિષ્ઠ ઉત્તિષ્ઠોતિષ્ઠ હે નાથ ! શ્રી સ્વામિનાનરાયણ પ્રભુ
ધર્મસુનો દયાસિંધુ, શ્વેષાં શ્રેઃ પરમ્ કુરુંl
આગચ્છ ભગવન્ દેવમ્, સ્વસ્થાનમ્ પરમેશ્વર
અહમ્ પૂજા કરિષ્યામિ, સદા ત્વમ્ સન્મુખોભવ."

હવે મહારાજ, અનંત મુકતમંડળે સહિત બિરાજયા છે એવો પ્રગટભાવ કેળવી મહારાજને ધરાવવા માટે વાટકીમાં પ્રસાદી કાઢવી. પ્રસાદમાં સીંગ, સાકર તથા સુકોમેવો ધરાવી શકાય. પરંતુ ખાંડ કે સાકરીયા ધરાવવા નહીં.

(૬) માળાઃ-

ત્યારબાદ ગૌમુખીમાં માળા રાખી એકાગ્ર ચિત્તે સ્વામિનારાયણ મહામંત્રના રટણ સાથે માળા ફેરવવી. નેત્ર ખુલ્લા રાખી મહારાજના દર્શન પણ સાથે સાથે કરતા જાવ. મહારાજ જ માળા કરે છે એવુ અખંડ અનુસંધાન રાખવુ. સ્વામિનારાયણ મહામંત્રની પાંચ માળા ફેરવવી ત્યારબાદ ગુરૂમંત્રની એક માળા ફેરવવી. ગુરૂમંત્રઃ- "અહમ્ અનાદિમુકત સ્વામિનારાયણ દાસોસ્મિ." ગુરુમંત્રની માળા પુરી કર્યા બાદ ૧ તપની માળા ફેરવવી. ડાબા પગ ઉપર ઉભા રહી જમણો પગ ડાબા પગની ઘૂંટીના ઉપરના ભાગ ઉપર રાખી મહારાજને રાજી કરવા તપની માળા ફેરવવી. .

(૭) પ્રદક્ષિણા અને દંડવતઃ-

તપની માળા કર્યા બાદ માળા ફેરવતા ફેરવતા મહારાજને ફરતી પાંચ પ્રદક્ષિણા કરવી. પ્રદક્ષિણા એ મહારાજ સાથેની પતિવ્રતાની ભકિતનું ચિન્હ્ છે. પ્રદક્ષિણા પછી મહારાજને પાંચ દંડવત કરવા. ત્યારબાદ ૧ દંડવત-પ્રણામ અધિક કરવો ત્યારે મહારાજને પ્રાર્થના કરવી કે આપના કોઇ સંતો-ભકતોનો કે મુકતોનો ભૂલે ચૂકે કયાંય દ્રોહ થઇ ગયો હોય, અપરાધ થઇ ગયો હોય તો મારી ભૂલને માફ કરજો. હે દયાળુ સર્વે કુસંગ થકી કાયમ માટે મારી રક્ષા કરજો.

(૮) પ્રસાદી-પ્રાર્થનાઃ-

દંડવત બાદ આસન પર બેસી મહારાજને પ્રગટભાવ સાથે થાળ બોલીને પ્રસાદી ધરાવવી, ત્યારબાદ મહારાજને સાચા ભાવે પ્રાર્થના કરવી પ્રાર્થના માટે શિક્ષાપત્રી સારમાંથી જે-તે અઠવાડીક વારની પ્રાર્થના કરવી. ત્યારબાદ ગદ્ગદ્ભાવે સંકલ્પ પ્રાર્થના કરવી.

હો પ્રાણપ્યારા શ્રીજી આ સંકલ્પમાં બળ આપજો,
લાવ્યા છો તવ સંકલ્પે તો સંકલ્પમાં જ સમાવજો,
સમય શકિત બુધ્ધિ આવડત તવ અર્થે વપરાવજો,
તવ અર્થે વપરાવજો બસ, દિવ્યજીવન કરાવજો.....હો પ્રાણપ્યારા..

દિકરા દિકરી ઘરનાં સભ્યો અનાદિમુકત મનાવજો,
મારા છે એ ભાવ ભૂલીને તવ અર્થે જીવાડજો
નોકરી ધંધા દ્રવ્યાદિક સૌ ટ્રષ્ટિપદે ભોગવાવજો
ટ્રષ્ટિપદે ભોગવાવજો બસ સમયે સ્હેજે છોડાવજો.....હો પ્રાણપ્યારા..

આપને અર્થે જનમ અમારો સમજણ દૃઢ કરાવજો
દેહ નહીં હું મુકત અનાદિ અખંડ મનન રખાવજો
રસબસ કરીને મૂર્તિમાં રાખ્યા મહારાજ જ ઠસાવજો
મહારાજ જ ઠસાવજો બસ તવ સુખમાં ડુબાડજો.....હો પ્રાણપ્યારા."

(૯) વિર્સજનઃ-

પ્રાર્થના કર્યા બાદ મહારાજની તથા બાપાશ્રીની અને સદ્ગુરુઓની મૂર્તિઓને ચરણસ્પર્શ કરી પગે લાગી વિસર્જન મંત્ર બોલવો.
વિસર્જન મંત્રઃ-
સ્વસ્થનામ્ ગચ્છ દેવેષ, પૂજા માદાય મામકીમ્ l
ઇષ્ટકામ પ્રસિધ્‍ધ અર્થમ, પુનરાગમનાય ચ્. ll

હવે હળવે હળવે બધી મૂર્તિઓને ભેગી કરી, મહારાજની મૂર્તિને અન્ય મૂર્તિઓની ઉપર ઉંધી મૂકી દેવી. ત્યારબાદ શિક્ષાપત્રી સાર, વચનામૃત સાર, બાપાશ્રીની ટૂંકી વાતો, હરિને ગમે એવા થવુ છે પુસ્તીકાનો એક-એક શ્લોક-વાત વાંચવી. ત્યાર પછી જ પ્રસાદી જમાય. ત્યાર બાદ ઘરમંદિર આગળ મહારાજને પાંચ દંડવત કરી, ઘરમાં વડીલોને ચરણ સ્પર્શ કરી જય સ્વામિનારાયણ કહેવા ત્યારે પૂજા સંપૂર્ણ પુરી થઇ કહેવાય.