ઘરના તમામ મહિલા સભ્યો, પુરુષ સભ્યો, તથા નાના-મોટા બાળકો પણ ઘરમંદિરની સેવા-પૂજાનો લાભ લઇ શકે.
એમાંય જો બાળકો મહારાજની કાલીઘેલી ભાષામાં નિર્દોષભાવે સેવા કરે તો મહારાજ બાળકોની સેવાથી ખૂબ-ખૂબ રાજી થાય.
ઘરમંદિરની સેવા એ આપણા પરિવારના સભ્યોની સામુહીક સેવા છે. આપણા ઘરે મહેમાન આવ્યા હોય તો તેમને પણ ઘરમંદિરની સેવા-પૂજાનો મહિમા સમજાવી આવો અણમોલ લાભ અપાવી શકાય.