Get Adobe Flash player
 
 
 
 
 
 
 
Home  
 
 
 
 
 
 
 
Audio
 
 
 
પ્રશ્ન ૫ :- ઘરમંદિર શા માટે રાખવું જોઇએ ?
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
જવાબ ૫ :-

મંદિર એ સમગ્ર ભકત સમુદાય માટે સામુહીક સેવા-પૂજા કે ભજન-ભકિત કરવાનું પવિત્ર સ્થાન છે. આવુ જ મંગલમય અને પવિત્ર વાતાવરણ આપણા ઘરમાં પણ થાય. મહારાજ પ્રગટ અને પ્રત્યક્ષપણે આપણા ઘરમાં નિરંતર નિવાસ કરીને રહે તથા ઘરના બધા જ સભ્યોને વ્યકિતગત મહારાજની સેવા-પૂજાનો લાભ મળે, તે માટે સ્વામિનારાયણ ભગવાને પોતાનાં ભકતોને પોતાનાં ઘરમાં ઘરમંદિર રાખવાની આજ્ઞા કરી છે.

   

•    જે ઘરની અંદર ઘરમંદિર ન હોય એટલે કે મહારાજની મૂર્તિ ન હોય એ ઘર સ્મશાન તુલ્ય       લાગે. માટે આપણા ઘરમાં ઘર મંદિર તો જોઇએ જ.

•    સ્વયં મહારાજ પ્રત્યક્ષ બિરાજતા હોય એટલે આપણી અને આપણા પરિવારના       સભ્યોની અને આપણા ઘરની મહારાજ રક્ષા કરે.

•    ઘરમાં આવતા જતા મહારાજના દર્શન થાય.

•    મહારાજ પ્રગટ બિરાજતા હોય તો આપણા ઘરની અંદર કોઇ આજ્ઞા વિરૂધ્ધ ક્રિયા ન      થાય.

•    ઘરનાં સૌ સભ્યો ભેગા મળી ઘરમાં ભગવાનની ભજન-ભકિત કરી શકે એના માટેનું       સ્થાન એટલે જ ઘરમંદિર.

•    જો આપણે કોઇ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય અથવા આપણા ઘરથી જો મંદિર દુર હોય       તો ઘરમંદિરમાં મૂર્તિના દર્શનથી નિત્ય દર્શનનો નિયમ સચવાય.

•    ભગવાનને વિષે પ્રતિમાભાવ ટાળી દિવ્યભાવ દૃઢ કરી શકાય.