(૧) મહારાજ સાથેની નિકટતા વધે અને અંગત સંબંધ કેળવાય.
(ર) મહારાજ ગયા નથી છે જ, પ્રગટ જ છે એવો પ્રગટભાવ કેળવાય.
(૩) મહારાજની પ્રત્યક્ષ સેવા મળે, અંતરે અખંડ આખો દિવસ આનંદ રહ્યા કરે.
(૪) આપણી દિવસ દરમ્યાનની ક્રિયાના કર્તા મહારાજ બની જાય.
(પ) મહારાજ આપણા પોતાના આગવા થઇ જાય.
(૬) આગલા દિવસે જો કોઇ નાની-મોટી ભૂલ થઇ ગઇ હોય તો પૂજામાં મહારાજને પ્રાર્થના કરી માફી માંગી લેવાય. હળવા ફુલ થઇ જવાય.
(૭) આપણા અભ્યાસમાં પ્રગતિ થાય તથા આપણા દરેક કાર્યમાં સફળતા મળે તે માટેની પ્રાર્થનાથી આશીર્વાદ મળે.