પૂજા કેવા ભાવથી કરવી જોઇએ. :-
અવરભાવમાં અત્યારે મહારાજ મનુષ્યરૂપે વિચરતા હોય અને આપણી પૂજામાં આવીને બિરાજમાન થઇ જાય
તો, કેવો આનંદ થાય.....!!!
એમ, અત્યારે પણ મહારાજ અને મુકતો પ્રતિમા સ્વરૂપે સદાય પ્રગટ,પ્રગટ અને પ્રગટ જ છે. સ્વયં મહારાજ આવીને મારી પૂજામાં બિરાજમાન થયા છે. મારી સેવાનો સ્વીકાર કરી રહ્યા છે. મારી પ્રાર્થના, કાલા વાલા સાંભળી રહ્યા છે. મૂર્તિ એ ફોટો નથી સાક્ષાત મહારાજ છે એવા પ્રગટભાવથી આનંદવિભોર થઇ મહારાજની પૂજા કરવી.
મહારાજ પ્રગટપણે પૂજામાં આપણી સાથે વાતો કરી રહ્યા હોય ત્યારે ચાલુ પૂજાએ કોઇની સાથે વાતો ન કરાય, ઇશારા પણ ન કરાય. આપણી પૂજા રોજ નિયમિત થવી જ જોઇએ. પૂજા કયારેય અપૂજય ન રખાય. સૂતક હોય તો કોઇને ૧૦ દિવસ માટે પૂજા આપી દેવી જોઇએ. પૂજા એક-બે દિવસ કરીએ ને કોઇ દિવસ વહેલુ મોડુ થાય તો પૂજા ભૂલી જઇએ એવું ન કરવું જોઇએ દરરોજ નિયમિત પૂજા કરવી જોઈએ. બહારગામ જઈએ ત્યારે પણ પૂજા અવશ્ય સાથે લઇ જવી જોઇએ.