Get Adobe Flash player
 
 
 
 
 
 
 
Home  
 
 
 
 
 
 
 
Audio
 
 
 
પ્રશ્ન ૨ :- આપણે વ્યકિતગત પૂજા શા માટે કરીએ છીએ ?
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
જવાબ ૨ :-
આપણા જીવનમાં આપણે જેટલા મહારાજને આગળ કરીશુ એટલા જ મહારાજ આપણી ભેળા રહેશે. એટલે જ આપણે દિવસનો મંગળ પ્રારંભ મહારાજને પ્રાધાન્ય આપવા વ્યકિતગત પૂજા દ્વારા કરીએ છીએ.
   
(૧)    મહારાજની મૂર્તિ આપણા જીવનનું ધ્યેયબિંદુ છે. મહારાજ સાથે આપણો આગવો          સંબંધ બંધાય અને મહારાજ ને મુકતો સાથે આપણે અંગત ગોષ્ટી કરી રાજી કરી          શકીએ એ માટે વ્યકિતગત પૂજા કરીએ છીએ.
(૨)    આપણને વ્યકિતગત મહારાજને સ્નાન કરાવવાનો, જગાડવાનો, જમાડવાનો, દર્શન          કરવાનો તથા પ્રેમલક્ષણા ભકિત દર્શીત કરવાનો પ્રત્યક્ષ લાભ મળે તે માટે આપણે          વ્યકિતગત પૂજા કરીએ છીએ.
(૩)    આપણા ઉપર અનહદ કૃપા કરી સમય, શકિત, બુધ્ધિ, આવડત આ બધું આપ્યુ છે એ          બદલ મહારાજનો ઉપકાર માનવા માટે એટલે કે મહારાજને Thank you          (આભાર) કહેવા માટે વ્યકિતગત પૂજા કરીએ છીએ.
(૪)    શિક્ષાપત્રી સારમાં શ્રીજીમહારાજે નિત્ય પ્રાતઃકાળે સ્નાનાદિક ક્રિયા બાદ વ્યકિતગત          પૂજા કરવાની આજ્ઞા કરી છે એટલે આપણે સૌ વ્યકિતગત પૂજા કરીએ છીએ.