Get Adobe Flash player
 
 
 
 
 
 
 
Home  
 
 
 
 
 
 
 
Audio
 
 
 
પ્રશ્ન ૧ :- પૂજા એટલે શું ? પૂજાના પ્રકાર કયા કયા છે ?
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
જવાબ ૧ :-
પૂજા એ ભારતીય સંસ્કૃતિ અને સ્વામિનારાયણ સંપ્રદાય માટેની એક ધાર્મિક સાધના છે. સ્વામિનારાયણ ભગવાને પોતાના ભકતો ઉપર અનહદ કૃપા કરી છે. પ્રભુની એ કૃપા, ઉપકારને આદરરૂપ પૂજા દ્વારા ભકત પોતાની ઇષ્ટદેવ માટેની પોતાની પ્રેમલક્ષણા ભકિત અર્પણ કરે છે.
   
(૧)    પૂજા એટલે ભકતની આંતરઉર્મિઓનું ભગવાનમાં વિલીનિકરણ.
(૨)    પૂજા એટલે ભગવાન અને ભકત વચ્ચેનું એકાંત.
(૩)    પૂજા એટલે પ્રભુ સાથેની આપણી અંગત ગોષ્ઠિ.
(૪)    પૂજા એટલે પ્રભુના આપણી ઉપરના અનંત ઋણમાંથી મુકત થવાનો ઉપાય.
(૫)    પૂજા એટલે પ્રાર્થનાથી પ્રભુને પીગાળવાનો સમય.
(૬)    પૂજા એટલે અંતરનાં સાચા પ્રેમથી પ્રભુને રીઝવવાનું પ્રતીક.
(૭)    પૂજા એટલે પ્રભુની પ્રત્યક્ષ સેવા કરવાનો અણમોલ અવસર.
(૮)    પૂજા ચાર પ્રકારે થઇ શકે.

          (૧) માનસી પૂજા.                     (૨) વ્યકિતગત પૂજા.  
          (૩) ઘરમંદિરની સેવા પૂજા.
          (૪) ષોડશોપચાર વડે પૂજા.
    (૧)    માનસી પૂજા
   
 
માનસિક રીતે એટલે કે મનથી પ્રભુની સેવા કરી રહ્યો છું એવા પ્રગટભાવ સાથે ભાવવિભોર થઇ ગદ્ગદ્ભાવે કરવામાં આવતી પૂજા એટલે માનસીપૂજા. માનસીપૂજા આજ્ઞા અનુસાર દિવસમાં પાંચ વાર કરવી જોઇએ.
    (૨)    વ્યકિતગત પૂજા
   
 
વ્યકિતગત મહારાજ સાથે એકાંત કેળવી પ્રાર્થના કરવી, આજીજી કરવી તથા મહારાજની અંગત સેવા-પૂજાનો પ્રગટભાવ સાથે લાભ લેવો તે વ્યકિતગત પૂજા. દરરોજ સવારે સૂર્યોદય પહેલા સ્નાનાદિક ક્રિયા કરી પૂજાનાં વસ્ત્રો ધારણ કરી વ્યકિતગત પૂજા નિત્ય કરવી જોઇએ. આ પૂજાને ક્યારેય અપૂજ્ય ન રખાય.
    (૩)    ઘરમંદિરની સેવા પૂજા
   
 
આપણા ઘરમાં સ્વામિનારાયણ ભગવાન તથા તેમના મુકતોની મૂર્તિને નાના ઘરમંદિરમાં પધરાવવી. આ ઘરમંદિરમાં પધરાવેલ મૂર્તિને સમયે સમયે જગાડવા, પોઢાડવા, આરતી કરવી એમ પ્રગટભાવ સમજી સેવા કરવી.
    (૪)    ષોડશોપચાર વડે પૂજા
   
 
ફળ, ફૂલ-પુષ્પ, જળ, ચંદન, વસ્ત્ર, અલંકારો વડે મૂર્તિને વિષે પ્રગટભાવ સાથે કરવામાં આવતી પૂજા એટલે ષોડશોપચાર પૂજા.