Get Adobe Flash player
 
 
 
 
 
 
 
 
Home  
 
.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
   
Audio
 
 
 
વંદન
:-
અરે આનંદ કેમ છે ?
 
 
આનંદ
:-
બસ મજામાં છું.
 
 
વંદન
:-
આનંદ પરીક્ષાના દીવસો નજીક આવી રહ્યા છે. તારી તૈયારી કેવી ચાલે છે ?
 
 
આનંદ
:-
બસ ઠીક ચાલે છે.
 
 
વંદન
:-
કેમ ઠીક ? સારું તને ખ્યાલ તો છે ને આપણી પરીક્ષાના બેઠક નંબર આવી ગયા છે.
 
 
આનંદ
:-
હા વંદન મારો બેઠક નંબર 86મો છે. દોસ્ત તારો કયો નંબર છે ?
 
 
વંદન
:-
અરે વાહ ! મારો 85મો નંબર છે. એટલે આપણે બંને એક જ ક્લાસરૃમમાં ખરું ને !
 
 
આનંદ
:-
દોસ્ત આપણે બંને એક જ ક્લાસ રૃમમાં તો ખરા જ ! પરંતુ આપણી બેઠક વ્યવસ્થા પણ આગળ પાછળ હશે. એટલે હવે હું નિશ્ચિંત થઈ જઈશ.
 
 
વંદન
:-
કેમ ભાઈ તું નિશ્ચિંત થઈ જઈશ ?
 
 
આનંદ
:-
વંદન તું આટલું ન સમજ્યો ચાલ તને સમજાવું જો મિત્ર મેં આ સત્રમાં ભણવામાં ધ્યાન નથી આપ્યું અને એના લીધે મને બે-ત્રણ વિષયમાં ડાઉડ છે જે હજુ સુધી સોલ થયા નથી પરંતુ આપણી બેઠક વ્યવસ્થા આગળ પાછળ છે એટલે મને તારો સહકાર મળી રહેશે. જેથી હું સાવ નિશ્ચિંત થઈ જઈશ.
 
 
વંદન
:-
હા દોસ્ત મારો તને પુરે પુરો સહકાર છે તને જે ન આવડે તે મને પુછી લે જે અને મને ન આવડે તે હું તને પુછી લઈશ.
 
 
આનંદ
:-
વાહ ! આનંદ તું મારો પાકો મિત્ર છે હોં...
 
 
વંદન
:-
હા આનંદ મિત્ર તો એજ ખરો ને જે દુઃખમાં આગળ રહે અને સુખમાં પાછળ રહે પરીક્ષા એટલે આપણા માટે મોટામાં મોટુ સંકટ એ સંકટ સમયે આપણે એકબીજાને મદદરુપ થઈએ તો જ આપણે એકબીજાના સાચા મિત્રો કહેવાઈએ.
 
 
સંત
:-
અરે વંદન, આનંદ તમે આ શેની વાત કરી રહ્યા છો. આ તો ચોરી કરવાની વાત થઈ આપણાથી ચોરી કરાય અરે ના ના હોં આપણાથી ચોરીની વાત પણ ન થાય તો ચોરી તો કરાય જ કેમ ? આપણા મહારાજ, બાપા, બાપજી અને સ્વામીશ્રી નારાજ થાય અભ્યાસ અવસ્થામાં પણ આપણે મહારાજ અને મોટાપુરુષને રાજી કરવા કેવું જીવન જીવવું જોઈએ તેની પ્રેરણા આપણને પૂ.સ્વામીશ્રીના જીવનમાંથી બહુ સરસ જાણવા મળે છે જો હું તમને પૂ.સ્વામીશ્રીના બાળપણનો એક પ્રસંગ કહું છું. એમાંથી તમે પ્રેરણા લેજો હોં...
 
   
           પૂ.સ્વામીશ્રીના પૂર્વાશ્રમનું નામ ઘનશ્યામભાઈ હતું. તેઓ જ્યારે આઠમાં ધોરણમાં અભ્યાસ કરતા ત્યારની આ વાત છે. ઘનશ્યામભાઈ અભ્યાસમાં ખૂબ જ હોંશિયાર એમની આ અભ્યાસ પ્રવિણતાને લીધે તેમના ગણિતના વિષય શિક્ષક તેમના ઉપર ખૂબ હેત વર્ષાવતા તમે પણ અભ્યાસમાં હોંશિયાર થશો ને ? તો તમારા વિષય શિક્ષકોને સ્વાભાવિક રીતે તમારા ઉપર હેત રહેશે જ. હવે પ્રસંગમાં બન્યું એમ કે ધોરણ આઠની વાર્ષિક પરીક્ષા આવી પહોંચી. આ પરીક્ષાના બે-ત્રણ દિવસ અગાઉ ગણિતના વિષય શિક્ષકે ઘનશ્યામભાઈને બોલાવ્યા. ઘનશ્યામભાઈ શિક્ષક પાસે ગયા પણ આ શું ? ગણિતના વિષય શિક્ષક ગણિતની વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર આપવા લાગ્યા આ પ્રશ્નપત્ર આપવા પાછળ એક કારણ એ હતું કે વિષય શિક્ષકને ઘનશ્યામભાઈ ઉપર અન્ય કરતા વિશેષ હેત હતું. અને બીજું કારણ એ કે આ પ્રશ્નપત્ર તેમને પોતે જ કાઢ્યું હતું. વિષય શિક્ષકને આ પ્રશ્નપત્ર આપવા પાછળ એક જ ઈચ્છા હતી કે ઘનશ્યામભાઈ વર્ગમાં પ્રથમ સ્થાને આવે એમના આ અનુરાગે ઘનશ્યામભાઈને પ્રશ્નપત્ર આપતા કહ્યું લે બેટા ઘનશ્યામ આ પ્રશ્નપત્ર લઈ લે આ પ્રશ્નપત્રમાંથી તું તૈયારી કરજે અને વર્ગખંડમાં પ્રથમ આવજે.
           ઘનશ્યામભાઈ વિષય શિક્ષકના આ હેતને લઈ વિચારમાં પડી ગયા. પરંતુ ઘનશ્યામભાઈનું જીવન સિદ્ધાંતવાદી હતું તે એમ કાંઈ કોઈને મોબતમાં લેવાઈ જાય તેમ નહોતા. તેમણે તો વિષય શિક્ષકને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે દયાળુ ! રાજી રહેજો મારે આ તમારું પ્રશ્નપત્ર જોઈતું નથી જો હું પ્રશ્નપત્ર લઈ લઉં તો મારા મહારાજની આજ્ઞા લોપાય, મારા મહારાજ મારા ઉપર કુરાજી થાય અને મારા મહારાજ કુરાજી થાય એવું મારે કાંઈ જ કરવું નથી.
          જોયું આનંદ કદાચ મિત્રને ચોરી કરવાની ના પાડી શકાય પરંતુ શિક્ષકને ના પડાય ?
          જોયું શિક્ષક સામેથી પેપર આપતા હતા છતાંય ઘનશ્યામભાઈએ પેપર ના લીધું કારણ કે આ પણ ચોરી જ કહેવાય. ઘનશ્યામભાઈનો જવાબ સાંભળી વિષય શિક્ષકને આશ્ચર્ય થયું તેમને પ્રસન્ન થકા કહ્યું વાહ ઘનશ્યામ ધન્ય છે તને કે તે મારી આંખ ખોલી દીધી. એક શિક્ષક તરીકે મારે આવું ચોરીનું કર્મ ન કરવું જોઈએ. હવેથી હું આવું ચોરીનું કર્મ નહીં કરવાની પ્રતિજ્ઞા લઉં છું. જોયું વંદન, જોયું આનંદ પૂ.સ્વામીશ્રીનું કેવું સિદ્ધાંતવાદી જીવન છે. અને આપણે...
 
 
આનંદ
:-
અમારી ભૂલ બદલ ક્ષમા કરજો પૂ.સ્વામીશ્રી દયાળુ રાજી રહેજો આપણા પ્રસંગમાંથી અમને મળેલી પ્રેરણા મુજબ અમે અને બધા બાળકો ત્રણ પ્રતિજ્ઞા લઈએ છીએ.
 
   
(૧) અભ્યાસમાં ખૂબ રસ દાખવી ભણીશું. અને મહારાજ, પ.પૂ.બાપજી અને       પૂ.સ્વામીશ્રી તથા વિષય શિક્ષકોને અમારા ઉપર સ્હેજે હેત થાય એવા       આદર્શ વિદ્યાર્થી થઈશું.
(૨) પરીક્ષામાં કદી ચોરી કરીશું નહી કે કોઈને કરાવીશું નહીં.
(૩) નિરંતર મહારાજ અને મોટાપુરુષના રાજીપા સામે દૃષ્ટિ રાખીશું જેમાં એ        રાજી ન હોય એવું કશું જ નહીં કરીએ.