|
|
|
|
|
નિતેશભાઈ |
:- |
નિર્ભય, આ વર્ષે આપણી સંસ્થાને કેટલાં વર્ષ પૂર્ણ થયાં તે જાણે છે ? |
|
|
|
|
નિર્ભય |
:- |
હા સાહેબ, આ વર્ષે આપણી સંસ્થાને ૨૫ વર્ષ પૂર્ણ થયાં છે. |
|
|
|
|
નિતેશભાઈ |
:- |
આ નિમિત્તે ગુરુવર્ય પ.પૂ.બાપજીના સંકલ્પથી પૂ.સ્વામીશ્રીએ ૨૫ વચનામૃત, ૨૫ કીર્તનો અને ૨૫ બાપાશ્રીની ટૂંકી વાતો મુખપાઠ કરવાનો સંકલ્પ આપ્યો છે તે તો તું જાણે છે ને ? |
|
|
|
|
નિર્ભય |
:- |
હા, સાહેબ. પણ, મેં તો હજુ પાંચ-પાંચ જ કર્યાં છે. ૨૫ તો કેવી રીતે કરવાં...? |
|
|
|
|
નિતેશભાઈ |
:- |
કેમ ? સ્કૂલમાં જઈએ છીએ તો બધા વિષયો શીખવા નથી પડતા ? |
|
|
|
|
નિર્ભય |
:- |
અરે સાહેબ ! પરીક્ષામાં તો માંડ ૫૦-૬૦ ટકા આવે છે, અને એમાં વળી આ મુખપાઠ કરવામાં ટાઇમ બગાડીએ તો શું થાય ? એ તો નવરા હોય તે કરે. |
|
|
|
|
નિતેશભાઈ |
:- |
નિર્ભય, દુનિયામાં કોઈ જ વસ્તુ અશક્ય નથી. એમાંય આ તો ગુરુજીની આજ્ઞા છે, એને કદી હેઠી પડવા દેવાય ? |
|
|
|
|
નિર્ભય |
:- |
પણ, સહેલી આજ્ઞા હોય તો પળે. ગુરુની બધી આજ્ઞા કંઈ થોડી પળે ? |
|
|
|
|
સંત |
:- |
અરે નિર્ભય ! આટલી ઢીલી વાત કેમ કરે છે ? આપણા રોમેરોમમાં ગુરુનો કેટલો મહિમા હોવો જોઈએ તેની પ્રેરણા પૂ.સ્વામીશ્રીના પ્રસંગ દ્વારા લઈએ. |
|
|
|
|
|
|
ગુરુમહિમા અદા કરવા પૂ.સ્વામીશ્રી જયારે જયારે ગુરુવર્ય પ.પૂ.બાપજીની સાથે અવસર મળે ત્યારે અલ્પથી માંડી મોટી સેવા કરવાનો લ્હાવો જવા ન દે. ગુરુવર્ય પ.પૂ.બાપજીની પૂજા પાથરી આપે, તિલક માટે ચંદન ઘસવાની સેવા પણ કરે.
એટલું જ નહિ જયારે ગુરુવર્ય પ.પૂ.બાપજીની સાથે પૂ.સ્વામીશ્રી વિચરણમાં પધારે ત્યારે તેઓ રસોઈ બનાવવાની સેવા પણ ખૂબ જ દિવ્યભાવથી કરે. એક હસ્તે ભાખરી બનાવતા જાય અને બીજા હસ્તે ભાવવિભોર થઈ ગુરુવર્ય પ.પૂ.બાપજીને પીરસતા જાય. અને હા, પૂ.સ્વામીશ્રી તો એમ કહે કે, "મારા ગુરુ પ.પૂ.બાપજી જો આકાશમાંથી તારો લાવી આપવાની વાત કરે તો હું એમના જ બળે તે જરૂર લાવી આપું. એમના વચને શું ન થાય ?"
પૂ. સ્વામીશ્રીને ગુરુવર્ય પ.પૂ.બાપજી પ્રત્યેનો કેવો અપાર મહિમા...!
|
|
|
|
|
નિતેશભાઈ |
:- |
જોયું નિર્ભય, જો આકાશમાંથી તારો નીચે લાવી શકાય તો આપણાથી મુખપાઠ જેવી નાની આજ્ઞા પણ ન પળે ? |
|
|
|
|
નિર્ભય
|
:- |
ગુરુવર્ય પ.પૂ.બાપજી, પૂ.સ્વામીશ્રી, મારી ઉપર રાજી રહેજો. મેં ઢીલી વાત કરી. પણ આજથી હું પ્રતિજ્ઞા લઉં છું કે, |
|
|
|
|
|
|
(૧) ક્યારેય ઢીલી વાત નહિ કરું.
(૨) આ દેહ પડવો હોય તો ભલે પડે. પણ, એમના મુખમાંથી નીકળેલું વચન હેઠું નહિ જ પડે.
(૩) આપણા ગુરુ માટે શું ન થાય ? એવો ગુરુમહિમા રોમરોમમાં દૃઢ કરીશ.
|
|
|
|
|
|
|