Get Adobe Flash player
 
 
 
 
 
 
 
 
Home  
 
.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
   
Audio
 
 
 
સિદ્ધાંત
:-
અરે હરિ ! જય સ્વામિનારાયણ. આ તું શું જમે છે ?
 
 
હરિ
:-
જય સ્વામિનારાયણ સિદ્ધાંત. આ તો હું દૂધ ને રોટલી જમું છું.
 
 
સિદ્ધાંત
:-
કેમ, આજે આન્ટીએ શાક નથી બનાવ્યું ?
 
 
હરિ
:-
સિદ્ધાંત, મમ્મીએ તો રીંગણનું શાક બનાવ્યું છે. પણ, રીંગણને તો કંઈ શાક કહેવાતું હશે ?
 
 
સિદ્ધાંત
:-
તો શું કહેવાય ? ફ્રૂટ ?
 
 
હરિ
:-
એમ નહીં, દયાળુ... મને રીંગણ ભાવતાં જ નથી. હું મારી જિંદગીમાં રીંગણ જમ્યો જ નથી. શું તને આ રીંગણ ભાવે છે ?
 
 
સિદ્ધાંત
:-
હા મને રીંગણ તો ભાવે છે ,પરંતુ કારેલાની તો સુગંધેય નથી ગમતી.
 
 
હરિ
:-
આપણને ન ભાવે એવી વસ્તુ મમ્મી શું કામ બનાવતાં હશે ? દુનિયામાં આપણને ભાવે એવી જ વસ્તુ હોવી જોઈએ જેથી દૂધ-રોટલી જમવાના દા’ડા તો ન આવે!
 
 
સંત
:-
ઓ હરિ, જય સ્વામિનારાયણ !! જમવામાં કેમ શાક ન લીધું ? રીંગણ સાથે આટલું બધું વેર ? આપણા જીવનમાં ન ભાવે તેવી કોઈ જ વસ્તુ ન હોવી જોઈએ. જુઓ, આ બાબતે મોટાપુરુષની કેવી રુચિ છે ? તે તમને પૂ.સ્વામીશ્રીના પ્રસંગ દ્વારા સમજાવું.
 
   
           પૂ.સ્વામીશ્રી જયારે ગુરુકુલમાં ભણતા ત્યારની વાત છે. એમનું પૂર્વાશ્રમનું નામ ઘનશ્યામભાઈ હતું. એક વખત સાંજનો સમય હતો. ત્યાં રોજ સાંજે જમવામાં છાશ હોય. ઘનશ્યામભાઈને તો છાશ ન ભાવે એટલે વાટકી ખાલી હતી. એ જ વખતે તે ગુરુકુલના મોટા સ્વામી પધાર્યા. તેમની અને ઘનશ્યામભાઈની વચ્ચે મા-દીકરા જેવું હેત હતું. મોટા સ્વામી પંગતમાં પધાર્યા. પણ, ઘનશ્યામભાઈ તો ઊંચું જુએ શાના ? સ્વામીએ ટપલી મારી પૂછ્યું, "વાડકી કેમ ખાલી છે ?"  ઘનશ્યામભાઈ કહે, "સ્વામી, છાશ નથી ભાવતી." સ્વામી કહે, "કેમ ?" ઘનશ્યામભાઈ હાથ જોડી કહે, "બાપા, છાશ પીવાથી ઊલટી થાય છે." સ્વામી કહે, "ક્યારેય થઈ છે ? કેવી રીતે ખબર પડી ?" એમણે તો છાશવાળાને બોલાવ્યો ને ઘનશ્યામભાઈની વાડકીમાં છાશ પિરસાવી અને કહ્યું, "લે, છાશ પી જા. હું જોઉં છું કેવી ઊલટી થાય છે ?"  એમણે તો ઘનશ્યામભાઈને બે-ત્રણ વાડકી છાશ પિવડાવી દીધી. છતાં, ઘનશ્યામભાઈને કાંઈ ન થયું. અને ત્યારથી પૂ.સ્વામીશ્રીએ છાશ પીવાની ચાલુ કરી દીધી.
           જોયું,  મુક્તો, પૂ.સ્વામીશ્રીએ તો એ દિવ્યપુરુષની આજ્ઞા શિરે ચડાવી, કેવી તરત છાશ પી લીધી...! પૂ.સ્વામીશ્રી ઘણી વાર કહે છે કે, "આ મારા જીવનનો અણમોલ દિવસ હતો. અને આજે પણ હું એ દિવ્યપુરુષની સ્મૃતિ રહે તે માટે રોજ છાશ અચૂક લઉં છું." મોટાપુરુષ આપણને રુચિમાં વર્તવાની કેવી દિવ્ય રીત શીખવે છે ! તો કહો તમે બંનેએ આ પ્રસંગમાંથી  શું પ્રેરણા લીધી ?
         
 
 
સિદ્ધાંત
હરિ
:-
દયાળુ, આપણા દિવ્યજીવનપ્રદાતા વ્હાલા પૂ.સ્વામીશ્રીના દિવ્ય પ્રસંગમાંથી અમે પણ આજે પ્રતિજ્ઞા લઈએ છીએ કે,
 
   
(૧) ‘આ નથી ભાવતું, આ નથી ફાવતું’ જેવા શબ્દોને અમારા જીવનમાંથી        તિલાંજલિ આપીશું.
(૨) ઘરમાં જે પણ રસોઈ બને તે પ્રસાદી સમજી જમી લઈશું.