Get Adobe Flash player
 
 
 
 
 
 
 
 
Home  
 
.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
   
Audio
 
 
 
નીલ
:-
કેમ છે શૈલ ! આજે તારો જન્મદિવસ કેવો રહ્યો ? તારા મિત્રો સાથે જમવાની અને રમવાની મજા પડી હશે નહિ ?
 
 
શૈલ
:-
હા, નીલ આજે તો ખૂબ મજા પડી.
 
 
નીલ
:-
તારા મિત્રોએ તને શું ગીફટ આપી એ તો બતાવ ?
 
 
શૈલ
:-
ચાલ, તને બધી ગીફટ બતાવું, જો, આનંદે મને આ વિડિયો ગેમ આપી અને આ વાર્તાની ચોપડી મનને આપી.
 
 
નીલ
:-
કંઇ વાર્તાઓ છે ? "બિરબલની ચતુરાઇ" ? તો તો, વાંચવાની મજા પડશે.
 
 
શૈલ
:-
અને આ કલર બોક્ષ ચેતને આપ્યું.
 
 
નીલ
:-
તો, હવે તું કલર પૂરીને સરસ ચિત્રો બનાવજે હોં.
 
 
શૈલ
:-
વળી, સાગરે આ સેન્ટ (પરફયુમ) આપ્યું છે.
 
 
નીલ
:-
લાવ તો એ સેન્ટની બોટલ બતાવને.
 
 
નીલ
:-
અરે વાહ ! આ સેન્ટની સુગંધ તો બહુ જ સરસ છે. આ બોટલ હું રાખીશ..
 
 
શૈલ
:-
ના હોં ભાઇ, મને ગીફટમાં મળી છે એટલે એ મારી કહેવાય.
 
 
નીલ
:-
પણ એની સુગંધ મને બહુ ગમે છે એટલે એ હું રાખીશ.
 
 
શૈલ
:-
ના હું તને એ નહીં આપું.
 
 
નીલ
:-
જો શૈલ ! તું તો હજુ નાનો છું. તારે એની શી જરુર પડે ?
 
 
શૈલ
:-
પણ ના હોં હું નહી આપું.
 
 
સંત
:-
અરે નીલ ! અરે શૈલ ! તમે બંને આ શું કરો છો ? આપણાથી આવી રીતે ઝઘડાય? એમાંય વળી સેન્ટ માટે તે કાંઇ આમ ઝઘડવાનું હોય ? શું તમને પૂ.સ્વામીશ્રીનાં પેલા પ્રસંગની ખબર નથી ?
 
 
નીલ અને શૈલ
:-
કયો પ્રસંગ ?
 
 
સંત
:-
સાંભળો ત્યારે તમને એક પ્રસંગ કહું પૂ.સ્વામીશ્રીના બાળપણનાં એ પ્રસંગમાંથી આપણને સરસ પ્રેરણા મળે તેમ છે.
   
     પૂ.સ્વામીશ્રીનું પૂર્વાશ્રમનું નામ હતું ઘનશ્યામભાઇ. ઘનશ્યામભાઈનાં એક ખાસ મિત્ર હતા. પણ નવાઇની વાત એ હતી કે ઘનશ્યામભાઇની ઉંમર હતી ૯ વર્ષની અને તેમનાં મિત્રની ઉંમર હતી ૯૦ વર્ષની.
 
 
નીલ
:-
એટલા મોટા તે કંઇ મિત્ર હોય ?
 
 
શૈલ
:-
એ કોણ હતા ? કહોને સ્વામી !!!
 
 
સંત
:-
એ હતા સદ્ગુરૂ મુની સ્વામી. સદ્ગુરૂ મુની સ્વામી જયારે મંદિર પધારે ત્યારે ઘનશ્યામભાઇને મન તો જાણે ઘીને ગોળનાં ગાડા આવ્યા ! તેટલો આનંદ થઇ જાય. હરખ સમાય નહિ અને એટલે જ તો ઘનશ્યામભાઇ પોતાનો મોટા ભાગનો સમય તેમની જોડે જ વિતાવતા.
   
     એક દિવસની વાત છે. ઘનશ્યામભાઇને સમાચાર મળ્યા કે સદ્ગુરૂ મુની સ્વામી મંદિરે પધાર્યા છે એટલે એ તો દોડતા પહોંચી ગયા મંદિરે. મંદિરે જઇ દર્શન માટે જયાં સદ્.મુનીબાપાના ખોળામાં માથુ નમાવ્યું ત્યાં તો ઘનશ્યામભાઇનાં ખમીસનાં ખિસ્સામાંથી સાબુની નાનકડી ગોટી સદ્.મુનીબાપાનાં ખોળામાં પડી સદ્.મુનીબાપા આ ગોટી જોઇને પૂછે છે કે, "ઘનશ્યામ ! આ શું છે ?"
ઘનશ્યામભાઇ કહે, "બાપા ! આ તો સાબુ છે." મુનિબાપા કહે, "શેનો સાબુ છે ? કપડાં ધોવાનો ?" ઘનશ્યામભાઇ કહે, "ના બાપા ! નાહવાનો સાબુ છે." આટલું સાંભળતાં જ સદ્.મુનિ સ્વામીના મુખ પર રાજીપાની રેખા ચાલી ગઇ અને તેમણે કહ્યું કે, "આપણાથી નાહવા માટે સાબુનો ઊપયોગ કરાય ?" એટલું કહેતાં જ મુનિબાપાએ સાબુની ગોટી લઇ સીધી સામેની દીવાલે ઘા કર્યો. ત્યાર બાદ સદ્.મુનિબાપા બોલ્યા, "આપણે દેહને શણગારવા આવ્યા છીએ કે આત્માને ? આનાથી મહારાજ રાજી ના થાય હોં."
ઘનશ્યામભાઇએ તો સદ્.મુનિબાપાના મુખના ભાવ જોયા અને એમાંય "મહારાજ રાજી ના થાય હોં" એવું સાંભળ્યું કે તરત હચમચી ગયા. દૃઢ સંકલ્પ કરતાં તેમણે સદ્.મુનિસ્વામીને કહ્યું કે, "બાપા, હવેથી હું કયારેય સાબુનો ઊપયોગ નહીં કરું, રાજી રહેજો."
અને ત્યાર પછી ઘનશ્યામભાઇએ જીવનમાં કયારેય સાબુનો સ્પર્શ પણ કર્યો નથી. આહાહા... કેવો રાજી કર્યાનો આગ્રહ !!!
મહારાજ જેનાથી રાજી ન થાય એને ઘનશ્યામભાઇએ કેવી તિલાંજલી આપી દીધી ! માટે નીલ, શૈલ જો નાહવા માટે સાબુ વાપરવાથી મહારાજ રાજી ન થાય તો સેન્ટ તો આપણાથી વપરાય જ કેમ ???
 
 
નીલ અને શૈલ
:-
દયાળુ રાજી રહેજો અમારી ભુલ થઇ ગઇ અમારાથી સેન્ટ વપરાય નહિ. સેન્ટ વાપરવાથી મહારાજ રાજી ન જ થાય. હવેથી અમો પણ સેન્ટનો ઊપયોગ નહિં જ કરીએ. પૂ.સ્વામીશ્રીના જીવનમાંથી પ્રેરણા લઇ અમે અને સૌ બાળમુકતો ત્રણ પ્રતિજ્ઞા લઇએ છીએ,
    (૧) મોટાપુરૂષ અને સંતો સાથે હેત કરી એમનાથી નીકટતા કેળવીશું.
(૨) જેનાથી મહારાજ ને મોટાપુરૂષ રાજી ન થાય એ નહીં જ કરીએ અને જેનાથી       મહારાજ ને મોટાપુરૂષ રાજી થાય તે કરીશું જ.
(૩) ઘરમાં ભાઇ બહેનની સાથે કયારેય ઝઘડીશું નહીં ને સંપીને રહીશું.