Get Adobe Flash player
 
 
 
 
 
 
 
 
Home  
 
.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Audio
 
 
 
દાદાજી
:-
બેટા હર્ષ! મારે જળ ધરાવવું છે તો એક ગ્લાસ જળ લાવી આપને !
 
 
હર્ષ
:-
દાદાજી! મમ્મી ઘરમાં જ છે એને કહો મારી પાસે સમય નથી
 
 
દાદાજી
:-
બેટા! મમ્મી રસોઇ બનાવે છે એ કેવી રીતે આપશે માટે તું જળ આપીજા ને!
 
 
મમ્મી
:-
હર્ષ! દાદાજી જળ(પાણી) માંગે છે તો આણીને પછી લેશન કરવા બેશને જળ આપતા વાર કેટલી !
 
 
હર્ષ
:-
મારે ઊતાવળા લેશન પતાવી રમવા જવું છે પછી  મને રમવાનો સમય મળતો નથી. મંદિરે દર્શન કરવા  જઉ તો ત્યાં સ્વામી મને સેવા બતાવે બાળ સભામાં જઉ તો સંચાલકો સેવા બતાવે અને ઘરે હોઉં તો મને બધા કામ બતાવ્યા કરે છે. આખો દિવસ મારે આજ કર્યા કરવાનું મારે રમવાનું શું !
 
 
મમ્મી
:-
હર્ષ! વડીલોની સંભાળ રાખવી એ કોઇ કામ નથી. એ પણ સેવા જ છે. તારી નાની ઉંમર છે તો એટલી સેવા પણ ના કરી શકે!
 
 
હર્ષ
:-
સેવા એક બે વખત હોય આખો દિવસ ઓછી કાંઇ સેવા હોય, મારું કામ તો ભણવાનું અને રમવાનું છે. માટે તું દાદાજીને પાણી આપી દે હું નહિ આપું.
 
 
પૂ.સંત
:-
હર્ષ! ઓ હર્ષ! આ શું બોલે છે! તારાથી આવો ઉત્તર અપાય તું કોનો બાળક છે પ.પૂ બાપજીનો બાળક આવો ન હોય તને પ.પૂ બાપજીનો પ્રસંગ કહું છું તેમાંથી પ્રેરણા લે
 
   
 
       પાંચ વર્ષ પહેલા પ.પૂ બાપજી મોરબી પધાર્યા હતા મોરબીમાં સત્સંગ સભાનું આયોજન કર્યુ હતું. હરિકૃષ્ણ મહારાજના થાળ કરી સત્સંગ સભામાં જવાનું હતું. તેથી સાથે રહેલા સંત રસોઇ બનાવવાની તૈયારી કરવા લાગ્યા.  પ.પૂ બાપજી પાસે દર્શને આવેલા હરિભકતો બેઠા હતા, પરંતુ પ.પૂ બાપજી એ જોયું કે સેવક સંત એકલા છે અને સમય ઓછો છે. પ.પૂ બાપજી હરિભકતોને "જય સ્વામિનારાયણ" કહી પહોંચી ગયા. રસોડામાં સેવક સંતની સાથે પોતે પણ ગાતડીયું બાંધી રસોઇમાં મદદરૂપ થવા તૈયાર થઇ ગયા અને કહયું, "સ્વામી તમે ભાખરીને લોટ બાંધો અને હું ખીચડી મૂકી દઉં જેથી ઠાકોરજીના થાળનું મોડુ ન થાય." આટલું કહી પ.પૂ બાપજી ડીસ લઇ ખીચડીના દાણા જોવા લાગ્યા ને  કુકર પણ મૂકી દીધું. સેવક સંતે ઘણી પ્રાર્થના કરી, "બાપા આપનાથી આવી સેવા ન થાય આ સેવક  કરી નાખશે. માટે કૃપા કરી રહેવા દો, આપને તકલીફ પડે એવું ના કરો." પ.પૂ બાપજીએ કહયું, "એમાં તકલીફ શાની ? મહારાજની સેવા મળી અને તમને મદદરૂપ થવાયું એટલે બમણો લાભ મળ્યો." આવા છે આપણા ગુરુવર્ય પ.પૂ બાપજી. આવી છે એમની ઉચ્ચ સેવાની ભાવના. આપણે એમના બાળક થઇ આમ સેવામાં ના પાડી દઇશું તો કેમ ચાલશે હર્ષ !
 
 
હર્ષ
:-
મારી ભૂલ બદલ ક્ષમા કરો. પ.પૂ બાપજી દયાળુ રાજી રહેજો. આપના પ્રસંગમાંથી મને મળેલા પ્રેરણા મુજબ હું અને બધાં બાળકો ત્રણ પ્રતિજ્ઞા લઇએ છીએ.
 
   
   
૧) ઘરમાં મમ્મી - પપ્પા ભાઇ બહેનને કામમાં મદદરૂપ થઇશું જ.
ર)  ઘરમાં વડીલોની સેવા ઉત્સાહથી કરીશું જ.
૩) મંદિરમાં પણ ખૂબ મહિમાથી સેવા કરીશું અને સેવામાં કદી ના નહિ જ      પાડીએ.